ઝૂમતા ગુજરાત: બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત

ઝૂમતા ગુજરાત: બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત

ગાંધીનગર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળના કારણે ગુજરાતમાં સ્થાપના કાળથી સંપૂર્ણ નશાબંધીનો કાયદો અમલમાં છે પરંતુ પોલીસ વિભાગ અને બુટલેગરોની મીલીભગતના પરિણામે સરળતાથી દેશી અને વિદેશી દારુ મળી જાય છે.

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે પણ કબલ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં ૬૦૬.૪૧ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને નશીલા પદાર્થ સાથે ૪ હજારથી વધુ લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં આજરોજ રજુ કરવામાં આવેલા બજેટ પહેલા યોજાયેલા પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૧૫.૬૨ કરોડ રૂપિયાની ૧.૬ કરોડ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.

જયારે ૪.૩૩ કરોડ રૂપિયાની કિંમતનો ૧૯.૩૪ લાખ લીટર દેશી દારૂ તેમજ ૧૬.૨ કરોડ રૂપિયાની કિંમતની બીયર જપ્ત કરાય છે. અફીણ,ગાંજા તથા હેરોઈન અને પાવડર મળીને કુલ ૬૦૬.૪૧ કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થ જપ્ત કરાયા છે.પોલીસે કાર્યવાહી કરીને રાજ્યમાંથી ૪ હજારથી વધુ આરોપીઓની અટકાયત પણ કરી છે.