કોરોનાની SOP ભંગ કરીને સ્વામી મૌર્ય સહિત અન્ય નેતાઓ ભાજપ છોડીને સપામાં જોડાયા

કોરોનાની SOP ભંગ કરીને સ્વામી મૌર્ય સહિત અન્ય નેતાઓ ભાજપ છોડીને સપામાં જોડાયા

લખનૌ,

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેર થતાં જ રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. નેતાઓના પક્ષ બદલવાની પ્રવૃતિએ પણ જોર પકડ્યું છે,

આ બધાની સાથે રાજકીય નેતાઓની બયાનબાજી અને જૂથવાદ પણ સામે આવવા લાગ્યો છે. આજે એસપી ઓફિસમાં અખિલેશ યાદવની અધ્યક્ષતામાં સ્વામી પ્રસાદ મૌર્ય સહિત અન્ય નેતાઓ ભાજપ છોડીને પાર્ટીમાં જોડાયા, ત્યારે કોરોના માર્ગદર્શિકા લીરે લીરા ઉડાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ કાર્યક્રમમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી, અને વર્ચ્યુલ રેલીમાં પણ હજારોની સંખ્યા રહી હતી. જ્યારે ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે કહ્યું છે કે આ કાર્યક્રમ પરવાનગી વગર થયો છે. માહિતી મળતાં જ મેજિસ્ટ્રેટની સાથે પોલીસની ટીમને એસપી ઓફિસ મોકલવામાં આવી છે. રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.