પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી

પંજાબ,

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવાને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ સ્થળોએ જાહેર રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે વડાપ્રધાન મોદી પણ બુધવારના રોજ પંજાબના ફીરોઝપુરમાં જાહેર સભાને સંબોધન કરવાના હતા.પરંતુ હવામાન ખરાબ હોવાથી તેઓ રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા હતા. તે સમયે જ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂંક થવાનો બનાવ બનતા સમગ્ર ભારત સરકાર ચોંકી ઉઠી છે.

મળતી માહિતી અનુસાર હવામાન ખરાબ હોવાથી વડાપ્રધાન મોદીએ રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ફ્લાયઓવર પર PMનો કાફલો પોહ્ચ્યો ત્યાં ટ્રાફિક જામ થઇ ગયો હતો કારણ કે આગળ ખેડૂતોએ ચક્કાજામ કરેલો હતો. જેના લીધે 15થી 20 મિનિટ સુધી વડાપ્રધાન મોદીનો કાફલો ફસાય રહ્યો હતો.

જેના પગલે એસપીજી જવાનોએ વડાપ્રધાન મોદીની કારને ચોમેરથી ઘેરી લીધી હતી. સુરક્ષામાં ચૂક જણાતાં વડાપ્રધાન મોદીનો કાફલો ભટિન્ડા એરપોર્ટ પરત ફર્યો હતો.

દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષાને ગંભીર ચૂક ગણાવતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ વડાને સમન્સ મોકલીને નોટીસ પાઠવી છે.

ગૃહમંત્રાલયનું કહેવું છે કે પંજાબ સરકાર અને પ્રશાસનથી ચૂક થઇ છે. પંજાબ સરકારને અગાઉથી વડાપ્રધાનના કાર્યક્રમની જાણ કરાય હતી છતાં ચૂક કરવામાં આવી એ એક ગંભીર બાબત છે.