મહેસાણા જીલ્લાનાં કેશવભાઈ પટેલ ને કેલિફોર્નિયા-લોસ એન્જેલસમાં "લાઈફ ટાઈમ એવીચમેન્ટ એવોર્ડ"

મહેસાણા જીલ્લાનાં કેશવભાઈ પટેલ ને કેલિફોર્નિયા-લોસ એન્જેલસમાં "લાઈફ ટાઈમ એવીચમેન્ટ એવોર્ડ"

અમેરીકા,

એક્સલ ફાઉન્ડેસન U S A અને " નીયો હિન્દુ યુનિટી " મુવમેન્ટ ના શ્રીમતિ ચારૂ શિવકુમાર અને અન્ય સામાજીક કાર્યકરો દ્વારા શ્રીમાન કેશવભાઈ પટેલ ને " લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માનવામાં આવ્યા.

કેશુભાઈ પટેલ ૧૯૯૭ થી કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં સામાજીક ક્ષેત્રે સક્રીય છે. તેઓશ્રી વિશ્વ પરીષદ અમેરીકાના લોસ એન્જલસના પ્રમુખ, ઈન્ડો અમેરીકન કોમ્યુનીટી ઓફ સર્ઘન કેલિફોર્નિયાના પ્રમુખ , આર.એચ.એન. ઈ.સી. ના ટ્ર્સ્ટી જેવા વિવિધ હોદ્દા સંભાળીને દરેક સંસ્થાના સેવા કાર્યક્રમમાં ઉમદા યોગદાન આપીને સમાજમાં ગૌરવભરી રીતે નામના મેળવી છે.

આ સિવાય અન્ય સંસ્થાઓમાં તેમની સેવાઓ અમૂલ્ય છે. મહેસાણા જિલ્લાના ઉપેસા ગામમાં જન્મ, પ્રારંભીક સમય કપરો રહ્યો, અભ્યાસ બાદ ખેડા જીલાના ભાદરણ ની શાળામાં વાઈસ પ્રીન્સીપાલ તરીકે સેવા આપી... ત્યાર બાદ પાટણમાં શેઠ એમ.એન.સાયન્સ કોલેજમાં પ્રીન્સીપાલ તરીકે સેવા આપી. તેઓ હંમેશ દેશ પ્રથમ. ધર્મ માટે જાગૃત, સમાજને જ્યારે જરૂર પડે ત્યારે તુર્તજ દોડવું, એ ધ્યેયને વરેલા શ્રી કેશુભાઈ ના જીવન કાળ દરમ્યાન અગણીત ઉદાહરણો પ્રેરણારૂપ છે. દુષ્કાળ હોય - ધરતીકંપ હોય, બ્લડ ડોનેશન કાર્યક્રમ હોય, ગાંધિ જયંતી, યુનિટી કે શોર્ય ડે, આધ્યાત્મિક ડે. અસ્મીતા ડે. જેવા પ્રેરક કાર્યક્રમો તેમની વિશિષ્ટતા છે.

આ પ્રસંગે શ્રીમતિ ચારૂ શીવકુમાર , સુરેખા મોદી, અરવિંદ પટેલ,યાત્રી શુક્લા,કામિની ખરે,ઈલા મહેતા,હરખ વસા અને અન્ય આગેવાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત દર્પણ અને નવગુજરાત ટાઈમ્સ વતીથી શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી અને શ્રી હર્ષદરાયએ ખાસ હાજરી આપી હતી.