કોન્ટ્રાકટર એસોસિયેશની જુના ટેન્ડરમાં ભાવ વધારાની કરી માગણી

કોન્ટ્રાકટર એસોસિયેશની જુના ટેન્ડરમાં ભાવ વધારાની  કરી માગણી

અમદાવાદ,

વર્ષના અંતે રાજ્ય વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. ત્યારે વિવિધ ઘંઘા રોજગારના સંગઠનો દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકાર સામે બાયો ચડાવવામાં આવી રહી છે. જીએસટીના દરમાં વધારા સામે કેન્દ્ર સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકનાર કાપડના વેપારીઓના વિરોધ બાદ હવે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસીએશન લડતના માર્ગે જઈ રહ્યું છે.

આવતીકાલ 8 જાન્યુઆરીથી તમામ ટેન્ડર પ્રક્રિયાથી અલિપ્ત રહેવાનો લેવાયો નિર્ણય ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા કરવામાં આવ્યો છે.વર્તમાન સમયમાં બિલ્ડીંગ મટેરિયલમાં થયેલા અસામાન્ય વધારાને લઈને નિર્ણય કરાયો હોવાનું જણાવતાં કોન્ટ્રાકટર એસોસિયેશને જુના ટેન્ડરમાં ભાવ વધારો કરી આપવાની માગણી કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં 5500 કોન્ટ્રાકટર કામ કરી રહ્યા છે અને રાજ્યમાં હાલ 17000 કરોડના કામ ચાલી રહ્યા છે. જુના કામ જુના ભાવ પ્રમાણે પરવડે તેમ નહીં હોવાથી ભાવ વધારાની માગણી કરી હોવાનું જણાવીને મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર ભાવ વધારો નહીં આપે તો નવા ટેન્ડર નહીં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આમ જો ગુજરાત કોન્ટ્રાકટર એસોસિએશની માંગ માનવામાં ના આવે તો વિવિધ સરકારી યોજનાની કામગીરી ખોરંભે પડે તેવી શક્યતા છે જેના કારણે વર્ષના અંતે યોજાનારી ચૂંટણીની આચારસહિતા અમલી તે બને તે પહેલા યોજનાના લોકાર્પણના સરકારના સપના પર પાણી ફરી વળે તો નવાઈ નહિ.