રાજ્ય બોર્ડ-નિગમમાં થશે નવી નિયુક્તિઓ, 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

રાજ્ય બોર્ડ-નિગમમાં થશે નવી નિયુક્તિઓ, 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

ગાંધીનગર,

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ પ્રદેશ ભાજપે ચૂંટણીઓની તૈયારી શરૂ કરી. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે 579 મંડળો સાથે વર્ચ્યુઅલ બેઠક ઉપરાંત 5 થી વધુ બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેન સાથે કરી મુલાકાત. પાર્ટી સુત્રોની વાત માનીએ તો 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાં રાજીનામા મોકલી આપ્યા છે.

જો કે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે આ 7 બોર્ડ-નિગમના રાજીનામા બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું. આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટી ને ધ્યાનમાં રખાશે.

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે. હાલ સૂત્રો કહી રહ્યા છે કે 7 બોર્ડ-નિગમમાં રાજીનામા લેવાયા પણ આ આંકડો હજુ પણ વધી શકે છે.

કોણે સી આર પાટીલ સાથે કરી મુલાકાત

મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી મહિલા આયોગના  ચેરમેન લીનાબેન અંકોલિયા બિન અનામત આયોગના ચેરમેન બી એચ ઘોડાસરા, વાઈસ ચેરમેન વિમલ ઉપાધ્યાય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ પાટિલે તેડું મોકલી બોલાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.