નર્સિંગ સુપ્રિટેન્ડટની પ્રિલીમ પરીક્ષાને પણ કોરોનાનું ગ્રહણ

નર્સિંગ સુપ્રિટેન્ડટની પ્રિલીમ પરીક્ષાને પણ કોરોનાનું ગ્રહણ

ગાંધીનગર

કોરોનાની સાથે હવે ઓમીક્રોન પણ રાજ્યમાં કહેર વર્તાવી રહ્યો છે ત્યારે તેને નિયંત્રણમાં લેવા માટે સખ્ત બનાવાયેલ માર્ગદર્શિકા વચ્ચે હવે ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન એટલે કે જીપીએસસીએ આગામી 23 તારીખે યોજાનાર વર્ગ 2ની નર્સિંગ સુપ્રિટેન્ડટની પ્રિલીમ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

મળતી માહિતી અનુસાર પ્રિલીમ પરીક્ષામાં ઘણા ઉમેદવારો આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે અને કોરોનાના કારણે આરોગ્ય કર્મચારીઓની હાલ તમામ રજાઓ સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે જેથી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જીપીએસસીએ જણાવતાં પરીક્ષાની આગામી તારીખ નક્કી કરાયા બાદ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.