"કૌભાંડથી ધ્યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડ્યા": ઈશુદાન

"કૌભાંડથી ધ્યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડ્યા": ઈશુદાન

અમદાવાદ

લોક ગાયક વિજય સુંવાળા બાદ હવે ઉધોગપતિ મહેશ સવાણી પણ ઝાડું છોડે તેવી અટકળો વચ્ચે AAP નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે સરકાના કૌભાંડથી ધ્યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડ્યા છે.

પોતાના પર લગાવેલા આરોપો અંગે પત્રકાર પરિષદમાં ભાવુક થયેલા ઈશુદાને કહ્યું હતું કે મારા પર દારૂનો ખોટો કેસ કરવામાં આવ્યો છે . માં મોગલ અને મારા પ્રાણના સોગંદ મે દારૂ નહોતો પીધો, જો કે કેટલાક ભાજપના લોકોએ જ મને હિંમત ન હારવા કહ્યું હતું.અમને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે.

સરકારે કૌભાંડથી ધ્યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડ્યા હોવાનો દાવો કરતાં ઈશુદાને કહ્યું હતું કે ભાજપે અમારા નેતાઓને પક્ષમાં લેવાની નીતિ અપનાવી છે અને ભાજપની ટેક્નિક છે રૂપિયાથી ખરીદી લે છે.તમે સાથ આપજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે ,આજે મારૂં હૈયું ભરાઇ ગયું છે.ડરાવવા, ધમકાવવા, ફસાવવા એ ભાજપની રાજનીતિ છે.

દરમિયાન AAP નેતા ઈશુદાને ભાજપ સરકાર પર કરેલા પ્રહાર પર પ્રતિક્રિયા આપતાં ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ આપ પાર્ટી પર પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું હતું કે આપના નેતાઓ જ પક્ષ પર વિશ્વાસ નથી કરતા અને તમારા છે એ તમારી પાસેથી જઇ રહ્યા છે.પહેલા તમારા લોકોની ચિંતા કરો પછી ગુજરાતની કરજો.