પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત અને ડિસા જેલ ખાતે 15 કેદી પોઝીટીવ

પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત અને  ડિસા જેલ ખાતે 15 કેદી પોઝીટીવ

ગાંધીનગર

અમદાવાદ સહિત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસની સાથે ઓમીક્રોનના કેસ પણ વધતાં જઈ રહ્યા છે. ત્યારે કોરોના સામેની સરકારી માર્ગદર્શિકાનો અમલ કરવવાની જવાબદારી જેના શિરે છે એ પોલીસ વડા આશિષ ભાટિયા પણ ગુરુવારના રોજ કોરોના સંક્રમિત થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર હળવા લક્ષણો હોવાથી પોલીસ વડા આશિષ ભાટિયાને હોમ આઈસોલેશનમાં જ રાખવામાં આવ્યા છે.

દરમિયાન તેમના સંપર્કમાં આવનાર તમામ પોલીસ અધિકારીઓએ RT PCR ટેસ્ટ પણ કરાવ્યો છે. પોલીસ વડા કોરોના સંક્રમિત થતાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન પણ એક્શન મોડમાં આવી ગયું છે. કોરોના સામે તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયું છે.

પોલીસ ભવનમાં આવતા રજૂઆતકર્તા કે મુલાકાતી પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી બનાવ્યું છે. ADGના પરિપત્રને લઈ પોલીસ ભવન માટે આવતા મુલાકાતીઓ માટે વેક્સીનેશન સર્ટીફીકેટ અનિવાર્ય બનાવવાનો નિર્ણય કરાયો છે.

ડીસા સબ જેલ ખાતે 15 કેદી કોરોના પોઝીટીવ

દરમિયાન બનાસકાંઠાની ડીસા સબ જેલ ખાતે 15 કેદી કોરોના પોઝીટીવ આવ્યા છે.ડીસા સબજેલમાં કેદીઓને તાવ શરદી હોવાથી ટેસ્ટ  કરાયો હતો .જે અંતર્ગત રેપીડ ટેસ્ટમાં  15 કેદીઓને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે.