પાટિલે સંબોધી એક સાથે 579 મંડળમાં કાર્યકર્તાઓની બેઠક, 40 હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે.

પાટિલે સંબોધી એક સાથે 579 મંડળમાં કાર્યકર્તાઓની બેઠક, 40 હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે.

ગાંધીનગર,

આજે પ્રદેશ બીજેપી એ મંડળ સ્તરે બેઠકોનું આયોજન કર્યું હતું જેમાં પેઇઝ મંડળ સ્તર થી લઈને અન્ય હોદ્દેદારોને હાજર રાખવામાં આવ્યા હતા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને બુસ્ટ કરવા અને નમો એપ ડાઉનલોડ કરવા સાથે જ તેના માધ્યમથી ડોનેશન માટે લોકોને પ્રેરવા સૂચના આપવામાં આવી હતી.

આજે રાજ્યભરમાં બીજેપી દ્વારા મંડળ સ્તરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રથમ 15 મિનિટ તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને બાદ માં જેને મંડળની જવાબદારી સોંપાઈ છે તેમના દ્વારા બેઠક લેવામાં આવી હતી પતિલનું કહેવું છે કે આમ તો બીજેપી ના કાર્યકર્તાઓ કોઈપણ ઘડીએ ઇલેક્શન માટે તૈયાર હોય છે.

પરંતુ ચૂંટણીને હજી સમય છે એ પહેલાં કાર્યકર્તાઓ ને બુસ્ટ કરવા માટે અને તેમની તકલીફો અને સૂચનો જાણવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય આ બેઠકમાં કાર્યકર્તાઓને નમો એપ ડાઉનલોડ કરવાં માટે સૂચના આપવામાં આવી છે. એક અંદાજ મુજબ 5 લાખથી વધારે યુઝરે આ એપ ડાઉનલોડ કરી છે એ સિવાય આગામી સમયમાં 8 લાખથી વધારે બુથ સ્તરના કાર્યકર્તાઓ અને 5 લાખથી વધારે પેઇઝ સમિતિના સભ્યોને એપ ડાઉનલોડ કરી આગામી 25 તારીખે પીએમ સંબોધન કરશે ત્યારે જોડાવા મારે સૂચના આપવામાં આવી છે.

આ સિવાય આજની બેઠકમાં પાર્ટીની કામગીરી અને સરકારી યોજનાની માહિતી લોકોના ઘરે ઘરે પહોંચડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.. આમ બીજેપી દ્વારા ઇલેક્શન મોડ માં આવી કામગીરી હાથ પર લેવામાં આવી છે મહત્વની વાત એ છે કે આજની બેઠકમાં જે તે વિસ્તારની જવાબદારી સોંપાઈ છે તે નેતા પાસેથી એ મંડળનો ફીડબેક મેળવી તેના પર કામગીરી કરવામાં આવશે