વન રક્ષકની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી સત્તા છીનવાઈ

વન રક્ષકની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી સત્તા છીનવાઈ

ગાંધીનગર

બિન સચિવાલય ભરતી રદ્દ કરવાના નિર્ણયના એક દિવસ બાદ રાજ્ય સરકારે વધુ એક આકરો નિર્ણય લીધો છે અને વન રક્ષક ભરતી માટેની આગામી ૨૭ માર્ચે યોજાનારી પરીક્ષાના આયોજનની જવાબદારી ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી છીનવી લીધી છે અને સમગ્ર પરીક્ષાના આયોજનની જવાબદારી ગુજરાત યુનીવર્સીટીને સોંપવાનો ઠરાવ કર્યો છે.

નવેમ્બર ૨૦૧૮માં ૩૩૪ વન રક્ષક જગ્યાની ભરતી કરવા જાહેરાત આપવામાં આવી હતી જેની પરીક્ષા આગામી ૨૭ માર્ચ યોજવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.જો કે તેમાં અનામતના લાભ માટે ૧૬થી ૨૫ ફેબ્રુઆરી વચ્ચે ફોર્મ ભરી શકાશે.પરંતુ મળતી માહિતી અનુસાર વન રક્ષકની ભરતીના આયોજન સંદર્ભે રાજ્ય સરકારે ઠરાવ કરીને ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી સત્તા છીનવી લીધી છે.

સરકારે ઠરાવ કરીને વન રક્ષકની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળને કાર્યક્ષેત્રમાંથી દૂર કર્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત ૧૨ ડિસેમ્બરે યોજાયેલ હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાના અહેવાલના બે મહિના બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી અસિત વોરાનું બે દિવસ પહેલા જ રાજ્ય સરકારે રાજીનામું લઇ લીધું હતું. હવે બે દિવસ બાદ સમગ્ર પસંદગી મંડળની પણ સત્તા છીનવી લેવાય છે.

દરમિયાન બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવાનો રાજ્ય સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો જેના સંદર્ભમાં વિપક્ષ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા ટવીટ કર્યું હતું કે પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે જો કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવનાર બિન સચિવાલય કારકુન સંવર્ગ ની પરીક્ષા બંધ રાખીને બેરોજગાર યુવાનો યુવતીઓ માટે મશ્કરી કરવા સમાન છે ગૌણ સેવા પસંદગી સમિતિ તેની મનમાની કરે પેપર લીક કરીને ફોડી નાખવામાં આવે વારે ઘડીએ પરીક્ષા મોકુફ રાખવામાં આવે લાખો વિદ્યાર્થીઓ માટે છેલ્લા કેટલાક વર્ષોથી મહેનત કરતાં પાણી ફરી વળ્યુ છે તેમાંની કૃર મશ્કરી કરવા સમાન છે.

સરકારનો સમિતી પર અંકુશ નથી વાલીઓને ‌સમય આર્થિક રીતે ખૂબ જ નુકશાન થઈ રહ્યું છે ‌ સરકાર કાબેલિયત ખંતીલા પ્રમાણિક અધિકારી ને જવાબદારી સોંપવામાં આવે ફેબ્રુઆરી ૨૦૨૨ માં પરીક્ષા લેવામાં આવે તેવી સક્રિયતા સાથે‌ સરકાર જવાબદારી લે વિધાર્થીઓ નાસીપાસ થયા છે વાલીઓને સામાજીક આર્થિક નુકશાન થયું છે વહેલીતકે નિર્ણય લેવામાં આવે તેમ ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ શ્રી બિપીનચંદ્ર એફ કાંઝવાલા અખબારી નિવેદન માં જણાવે છે