સરદારનગરના દોલતરામ મઘનદાસ જવેલર્સએ ગ્રાહકો સાથે કરી ઠગાઈ

અમદાવાદ

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી દોલતરામ મંઘતરામ જવેલર્સએ ગ્રાહકોનો જૂનું સોનુ લઈ તેમજ નવું સોનાના દાગીના બનાવી આપવાના બહાને 100 કરતા વધુ ગ્રાહકોની સાથે આશરે 50 લાખ કરતા વધુની ઠગાઈ કરતા લોકોના ટોળાએ દુકાનનો ઘેરાવો કરવાની ફરજ પડી છે.

બનાવની વિગત એવી છે કે પુના મહારાષ્ટ્ર ખાતે રહેતા સુનિલ આશવાની ના લગ્ન 26મી જાન્યુઆરીના રોજ લગ્ન છે. તેમણે લગ્ન માટે નવું સોનાના દાગીના બનાવવા માટે 20 તોલા સોનુ તેમજ 7 લાખ રોકડા આપ્યા હતા.પરંતુ છેલ્લા 2 માસ થી સોનાના દાગીના કે પૈસા નહિ આપતા અંતે દુકાન ઉપર કડક ઉઘરાણી કરવા દુકાને આવી પહોંચ્યા હતા.

આશરે 100 કરતા વધુ ગ્રાહકો દુકાને આવી જતા અંતે પોલીસને ફોન કરતા એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે આવી હતી.પોલીસ ભોગ બનનાર લોકોના નિવેદન બાદ જવેલર્સના માલિક મળી નહિ આવતા હાલ તાપસ ચાલુ છે.