ભાજપ-મીડિયા સેલના બે હોદેદારો વચ્ચે છેડાયું સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ

ભાજપ-મીડિયા સેલના બે હોદેદારો વચ્ચે છેડાયું સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ
ફોટો- અમિત જ્યોતિકરનાં ફેસવોલ પરથી

અમદાવાદ 

વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સત્તાધારી ભાજપે કમર કસી લીધી છે અને તેનો આઈટી સેલ અને મીડિયા સેલ તો ગત વર્ષે યોજાયેલ કોર્પોરેશનની ચૂંટણી બાદથી સક્રિય બની ગયો છે. પરંતુ છેલ્લાં એક સપ્તાહથી ભાજપના મીડિયા સેલના પ્રદેશ હોદેદાર પર જ મીડિયા સેલના અમદાવાદના હોદેદાર નિશાન સાધી રહ્યા છે.

ગત ૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ હસ્તે સંત રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સંત વિષે ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા અને મીડિયા સેલના સહ કન્વીનર કિશોર મકવાણાએ એક અખબારમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પણ રામાનુજાચાર્યના વખાણ કર્યા હોવાના ટાઈટલ સાથે લેખ લખ્યો હતો. હવે આ લેખ અંગે ભાજપના જ અમદાવાદ શહેરના મીડિયા સેલના કન્વીનર અમિત જ્યોતીકરે ફેસબુક પર ગુજરાતની અનુસુચિત જાતિઓ નામના એક ગ્રુપમાં લેખના કટિંગને ટાંકીને સહ પ્રવક્તા કિશોર મકવાણાનું નામ લીધા વિના નિશાન સાધ્યું છે.

ફેસબુક પેજ લિંક https://www.facebook.com/groups/166046077633595/permalink/737390513832479/

ફોટામાં સત્ય નામે પોતે લખેલો લેખ દર્શાવ્યો છે તો અર્ધ સત્યના ટાઈટલ સાથે કિશોર મકવાણાનો પ્રસિદ્ધ થયેલ લેખનો ફોટો દર્શાવ્યો છે. સોશિયલ મીડિયામાં અમિત જ્યોતીકરે લખ્યું છે કે છેલ્લા કેટલાય દિવસથી રાહ જોતો હતો કે બાબાસાહેબ અને તેમના વિચારો વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp યુનિવર્સિટીના પીએચડી ધારકો ડો.બાબાસાહેબ આંબેડકર તા.3 જૂન 1927 બહિષ્કૃત ભારતના સંપાદકીય લેખમાં રામાનુજાચાર્યના ભારોભાર પ્રશંસા કરી હતી આ વિશે સુજ્ઞ લેખકો વાચકો, સંશોધકો કંઈક પ્રકાશ પાડશે પરંતુ મારી આશા ઠગારી નીવડી.... બાબાસાહેબ કે તેમની વિચારો કે આંદોલન વિશે જ્યારે જાણી જોઈને અર્ધસત્ય પીરસવામાં આવે ત્યારે મને જે વારસામાં મળ્યું છે તે મુજબ સત્ય અને તથ્ય સાથે પ્રબુદ્ધ વાચકો સમક્ષ મૂકવું ખૂબ જ જરૂરી છે જો આવું ન કરવામાં આવે તો સમાજદ્રોહ કહેવાય.. ક્યાંક મારા દલિત બાંધવોને મૂળ સ્ત્રોતની જાણકારી નહી હોય... અથવા એમની પાસે તે સાહિત્યની(બહિષ્કૃત ભારત)નો અભાવ હશે, અથવા મરાઠી ભાષાની જાણકારીના અભાવનો લાભ લઇ કહેવાતા વિદ્વાન લેખકો બાબાસાહેબના વિચારો વિકૃત કરીને મુકવાની જે કોશિશ કરે છે તેમના માટે લાલ ઝંડી... ભવિષ્યમાં આવું કરતા વિચાર કરે અને મારા દલિત બાંધવોને સાચી હકીકત પહોંચે તે જ આશય સાથે વિનમ્ર ભાવે સત્ય અને અર્ધસત્ય આપની સમક્ષ મુકું છું.... આજીવન ઇતિહાસનો વિદ્યાર્થી હોવાથી "No Document No History" અને ઈતિહાસ માં રહેલા દસ્તાવેજોને ઇતિહાસની જેમ જ મૂકવો જોઈએ તેમાં તમારા પૂર્વગ્રહ કે અહોભાવ દૂર રાખવા જોઈએ તે ખૂબ જ સરળતાથી સમજુ છું બાબાસાહેબને માત્ર તમારા સિલેક્ટિવ એજન્ડા પ્રમાણે જ ઉપયોગમાં લેવા અને સ્વીકારવા. ઇતિહાસ તેમજ દસ્તાવેજો વિકૃત કરીને માત્ર પોતાની વાહવાહ કરવા મૂકવા તે ખૂબ જ ઘાતક છે.

બાબાસાહેબ લિખિત 3 જૂન 1927ના સંપાદકીય લેખનું ટાઈટલ જ ખુબ જ વિચારવા લાયક છે આ સંપાદકીય લેખનું મરાઠી ટાઇટલ "#अश्पृश्यता #निवारणचा #पोरखेल" હતું-જેનું અનુવાદ ગુજરાતમાં '#અસ્પૃશ્યતા #નિવારણની #છોકરમત" થાય...આ મથળામાં બધું જ સમજાય તેવું છે... કયા કયા પ્રકારની છોકરમત કરવામાં આવી છે તેના વિશે બાબાસાહેબે ખૂબ જ ગહન લેખ લખ્યો છે. આ લેખમાં રામાનુજાચાર્ય કરેલા કાર્યોની પ્રશંસા કરી છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી પરંતુ આજ લેખના અંતિમ શબ્દો જાણી જોઈને ગુજરાતી લેખમાં મુકવામાં આવ્યા નહિ. જેથી સમગ્ર સમાજને ભ્રમિત કરવાનો મલિન ઈરાદો ઉજાગર થાય છે.

આ લેખના અંતિમ શબ્દો જે તેના શીર્ષક સાથે ખુબ જ અનુકૂળ છે. #બાબાસાહેબે #લખ્યું હતું કે "#સાધુસંતો #સત્યની #કુહાડી #લઈ #અસ્પૃશ્યતા #નિવારણરુપી #ઝાડને #ઘા #કરશો #તો #પણ #તમે #તે #ઝાડનું #પાંદડું #પણ #હલાવી #શક્યા #નથી........ સમગ્ર સંપાદકીય લેખનો સાર આ જ છે .... પરંતુ જાણી જોઈ બાબાસાહેબના નામે અર્ધસત્ય પીરસવું જેનો સ્વભાવ બની ગયો છે તેના પરિણામ સ્વરૂપ માત્ર રામાનુજાચાર્યના અસ્પૃશ્યતા નિવારણના કાર્યો વિશે પ્રકાશ પાડયો પરંતુ તેનો અંતિમ ફકરો પ્રબુદ્ધ વાચક વર્ગ તેમજ સંશોધક વર્ગ સુધીના પહોંચે તેવી ખૂબ જ તકેદારી વિદ્વાન લેખકે રાખી છે