ગુજરાત યુનિવર્સિટીએ આર્મીના જવાનો માટે તૈયાર કર્યું ખાસ પ્રકારનું હેબીટાટ

ગુજરાત યુનિવર્સિટીએ આર્મીના જવાનો માટે તૈયાર કર્યું ખાસ પ્રકારનું હેબીટાટ

અમદાવાદ,

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્મીના જવાનો માટે ખાસ પ્રકારનું હેબીટાટ તૈયાર કરવામાં આવ્યું છે. આર્મીના જવાનો સીયાચીન અને લેબ લદ્દાખ જેવી જગ્યાઓ પર દેશની સેવા કાજે સતત ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને ઠંડી સામે રક્ષણ મળી રહે તે પ્રકારનું હેબિટાટ તૈયાર કરવામાં આવ્યું છે.

હાલમાં આ હેબિટાટ ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર કરીને મુકવામાં આવ્યું છે જે આગામી સમયમાં જવાનોને મોકલી આપવામાં આવશે. ભારત માતાની રક્ષા કાજે ભારતીય આર્મીના જવાનો માઈનસ 40 થી 50 ડિગ્રીમાં પણ સીયાચીન અને લેહ લદ્દાખ જેવી જગ્યાઓ ઉપર તમામ પડકારો ઝીલીને દેશની સેવા માટે ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમના માટે ખાસ પ્રકારના હેબિટાટનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હેબિટાટમાં આર્મીના જવાનોને માઈન્સ 40 થી 50 ડિગ્રીમાં ઠંડી સામે રક્ષણ મળશે એટલું નહીં પરંતુ બર્ફીલા વિસ્તારમાં પણ રક્ષણ મળશે આ સાથે હેબિટાટમાં ટીવી થી લઈને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ વિગતો આપતા ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. હિમાંશું પંડ્યાએ જણાવ્યું હતું કે આ હેબિટાટમાં સોલર ઉર્જા મળી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ઈલેક્ટ્રિક સિટી ન હોય ત્યારે કોઈ મુશ્કેલી ન પડે મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક વર્ષ પહેલા આ પ્રકારનું એક પ્રોટો ટાઈપ તૈયાર કરવામાં આવ્યું હતું જે આપણા જવાનોને લેહમાં આપવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સૈન્યના જવાનો દ્વારા કરવામાં આવેલા સુચન મુજબ આ હેબિટાટમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે વધુ વિગતો આપતા નિર્મલ પટેલે જણાવ્યું હતું કે સિયાચીન જેવા વિસ્તારમાં અનેક વખત રેડિયો કનેક્ટીવિટી ખોરવાઈ જતી હોય છે એના સમાધાનના ભાગરૂપે આ હેબીટાટ સાથે સેટેલાઈટ કનેક્ટીવિટી પણ ઈસરો સાથે મળીને કરવામાં આવી છે.