હવે વેક્સિન ના લેનાર અમદાવાદીઓ સામે પોલીસ કરશે કાર્યવાહી

હવે વેક્સિન ના લેનાર અમદાવાદીઓ સામે પોલીસ કરશે કાર્યવાહી

અમદાવાદ,

દેશમાં કોરોનાની સાથે સાથે હવ ઓમીક્રોનના કેસ પણ વધવા લાગ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

બીજીબાજુ રાજ્યમાં મોટા પ્રમાણમાં લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જેમાં ગતિ વધારવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

જે લોકોએ વેક્સિન લીધી નથી તે લોકોની યાદી અમદાવાદ મહાનગર પાલિકાએ શહેર પોલીસને સોંપી છે. જેનો અર્થ એ છે કે જે લોકોએ રસી નથી લીધી તેમને પોલીસ સ્ટેશનથી વેક્સિન માટે હવે કોલ આવી શકે છે.

સાથે જ મહાનગર પાલિકાએ વેક્સિનનો એક પણ ડોઝ નહિ લેનાર લોકોની યાદી પણ પોલીસને સોંપી છે.હવે વેક્સિનનો બીજો ડોઝ લેવાની સુચના પોલીસ દ્વારા ફોનથી આપવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક સપ્તાહથી રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોધાય રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગત રોજ કોરોનાના રેકોર્ડ ૧૩૧૪ કેસ નોધાયા હતા.