VIRAL VIDEO: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરી

અમદાવાદ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગત સપ્તાહે સળંગ ત્રણ દિવસ ઉત્તરાયણ પર્વનો તહેવાર લોકોએ રંગેચંગે મનાવ્યો હતો જેમાં પતંગના માંજાના લીધે અનેક અબોલ પક્ષીઓએ જીવ પણ ગુમાવ્યા હશે અને અનેક અબોલ પક્ષીઓ ઘાયલ પણ થયા હશે .

અનેક લોકોએ સોશિયલ મીડિયા મારફતે અબોલ પશુઓને બચાવવા માટે પોસ્ટ પણ મૂકી હશે અને એમાંના અમુક લોકોએ ઉત્તરાયણ પર્વની મજા પણ માણી હશે.પરંતુ અમે વાત કરી રહ્યા છે એવા વ્યક્તિની કે જેન ઉત્તરાયણ પર્વ તો કોઈ પણ પર્વ મનાવવો મુશ્કેલ હોય છે અને દરેક પર્વમાં શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ શિરે હોય છે. છતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ પ્રજાપતિએ ઉત્તરાયણ પર્વમાં દિવસે તો સરકારી નોકરીના ભાગ રૂપે ફરજ બજાવી પણ રાતે એક ભારતીય નાગરિક તરીકે પણ સમય ના હોવા છતાં ફરજ બજાવી રહ્યા હોવાનો વિડીયો સીશીયલ મીડિયામાં વાયરલ થયો છે જેને જોઇને લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને કૃષ્ણનગર પોલીસ હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં નવીનભાઈ પ્રજાપતિએ ઉત્તરાયણ પર્વમાં રાતે રોડ પર પડેલી અને ઝાડ કે અન્ય જગ્યા પર લટકેલી જીવલેણ દોરીઓ ભેગી કરી હતી અને જાણે અજાણે હજારો અબોલ પશુઓના જીવની સાથે અનેક નાગરીકોને પણ ઘાયલ કે ઈજાગ્રસ્ત થતાં બચાવવાનું પુણ્યશાળી કામ કર્યું હતું. તેમને રોડ પર દોરી એકત્ર કરતાં જોઈ એક યુવકે વિડીયો બનાવ્યો હતો તેઓ તેમના દીકરા સાથે દોરી ભેગી કરી રહ્યા હતાં જે માનવતાની ફરજ નિભાવી રહ્યા હતા.

જયારે તેમને પૂછ્યું શું નોકરી કરો છો ત્યારે તેમણે કહ્યું હતું કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંહેડ કોન્સ્ટેબલ છું.પણ તેના કરતા પણ તેમણે વિડીયોમાં એક વાત કહી કે હું પોલીસ તો છું જ તે પહેલા એક ભારતીય નાગરિક છું અને તેના ભાગરૂપે આ ફરજ નિભાવું છું.

આમ આજના સમયમાં ડગલે ને પગલે પોલીસથી લઈને હોમગાર્ડ અને ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે કામ કરતા ટીઆરબી જવાનની તોછડાઈના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને સામાન્ય લોકો તેમને ઘીક્કારે છે ત્યારે આવા દયાળુ અને માનવીય અભિગમ વાળા પોલીસ કોન્સ્ટેબલના વિડીયોને લોકો પસંદ પણ કરી રહ્યા છે ધન્યવાદ પણ કહી રહ્યા છે.