વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે ગુજરાત શીખ સમુદાયે કરી ઘટનાની નિંદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે ગુજરાત શીખ સમુદાયે કરી ઘટનાની નિંદા

અમદાવાદ

પંજાબના ફિરોઝપુર ખાતે રેલી માટે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટમાં પ્રદર્શનકારીઓ આવી ગયા હતા અને સુરક્ષામાં રહેલી ચૂકના કારણે તેઓને પરત ફર્યા હતા.

આ મામલે આજે ગુજરાત શીખ સમાજ દ્વારા પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારીમાં પંજાબ સરકાર નિષ્ફળ રહી છે. ગુજરાત શીખ સમાજ આ ઘટનાની નિંદા કરે છે. શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજીત કૌર છાબડાએ જણાવ્યું હતું કે દેશના વડા જે જગ્યાએ જાય ત્યાં સુરક્ષાની જવાબદારી રાજય સરકારની હોય છે. ગુજરાત શીખ સમાજ માગ કરે છે કે નિષ્પક્ષ તપાસ કરી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

આ મામલે અમે કલેકટર અને રાજ્યપાલને આવેદનપત્ર આપીશું. સુરક્ષાનો રૂટ રાજય સરકાર અને સીએમને ખ્યાલ હોય છે. રૂટમાં કોઈ વચ્ચે આવી જાય ત્યારે કોઈ તેમાં સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે પરંતુ તેમાં નિષ્ફળ છે.

પંજાબ પોલીસ અને સીએમની જવાબદારી હતી. પંજાબ સરકાર આ માટે જવાબદાર છે. કેન્દ્ર સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તે જ માગ છે.