AMC પાસે રોડ માટે પૈસા નથી પણ કોર્પોરેટરોને લેપટોપની લાહાણી

AMC પાસે રોડ માટે પૈસા નથી પણ કોર્પોરેટરોને લેપટોપની લાહાણી

અમદાવાદ,

અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળેલી આજની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરોને મોંઘાદાટ લેપટોપ અને પ્રિંટર લહાણી કરવાનો ઠરાવ કર્યો છે. કોરોનાનાં કપરા કાળમાં મ્યુનિસીપલ કોર્પોરેશનની તિજોરીને પણ મંદીની અસર થઈ છે. કોરોના કાળમાં તિજોરી આવક સમાન કર-વેરા માફ કરવા પડ્યા છે જેથી શહેરના વિકાસ કર્યો પર પણ તેની અસર જોવા મળી છે.

ચોમાસા દરમ્યાન અને તેના બાદ પણ બિસ્માર રોડ રસ્તાઓની ફરિયાદ શહેરીજનો દ્વારા સતત કરવામાં આવી પણ પરિણામ શૂન્ય રહ્યું, લોકોની ફરિયાદ નઘરોઢ તંત્રનાં કાને અથડાવીને પછી આવી, એટલું જ રોડ રસ્તા બનાવવાં માટે રૂપિયા ન હોવાનું હાઇકોર્ટમાં સોંગંધનામું કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તા પક્ષ પાસે ઉત્સવોનાં નામે તાયફા કરવા માટે તેમજ કોર્પોરેટરો માટે મોંઘાદાટ લેપટોપ અને પ્રિંટર ખરીવા માટે રૂપિયા છે ? તેમ શહેરીજનો પૂછી રહ્યા છે.

રોડ રસ્તા બનાવવા માટે પૈસા ન હોવાનું કહીને હાઇકોર્ટમાં પોતાની જવાબદારીમાં થી હાથ ઊંચા કરનાર સત્તાપક્ષે હવે ૧૯૨ કોર્પોરેટરોને રૂપિયા ૭૫૦૦૦ ની કિમતનું લેપટોપ અને રૂપિયા ૧૫૦૦૦ ની કિમતનાં પ્રિંટર મોઘી લહાણી કરવાનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ લાભ લૂંટવાની વાત આવે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ એક હરોડમાં ઊભા જોવા મળતા હોય, તેમ આજે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ પણ વિપક્ષ કોર્પોરેટરોએ વિરોધ ન નોધાવીને સતા પક્ષની લાહાણી લૂટતા જોવા મળ્યા હતા.