ડોક્ટર અનીલ જોષીયારાનો દેહ પંચમહાભૂતમાં વિલીન 

ભિલોડા

ગત રોજ નિધન પામેલા ધારાસભ્ય અનીલ જોષીયારાનો નશ્વર દેહ એરએમ્બ્યુલન્સમાં ચેન્નઈથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયા સહીત દિગ્ગજ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર યોજાયા હતા.

જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના પંથકના લોકો પણ જોડાયા હતા. અંતિમવિધિમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ તેમજ આદિવાસી સમાજને ડોક્ટર જોશીયારાના નિધનથી મોટી ખોટ પડી છે.

દરમિયાન અનિલ જોશીયારાના અંતિમ સંસ્કારના પગલે સમગ્ર ભિલોડા પંથક સ્વયંભુ બંધ રહ્યું હતું અને ગઈકાલે જ ભિલોડા બજાર એસોસિએશને બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.