અમદાવાદના વટવા GIDC ની બેંક ઓફ બરોડા શાખાના ૧૦ કર્મચારીઓ કોરોના પોઝીટીવ

અમદાવાદના વટવા GIDC ની  બેંક ઓફ બરોડા શાખાના ૧૦ કર્મચારીઓ કોરોના પોઝીટીવ

અમદાવાદ,

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં દિન પ્રતિદિન કોરોના તેમજ ઓમીક્રોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદની વટવા જીઆઈડીસી સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે.

એક સાથે શાખાના દસ કર્મચારીઓ પોજીટીવ આવતાં સમગ્ર શાખાનું કામકાજ આગામી સુચના સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.શાખાના દશ કમઁચારીઓનો કોરોના રિપોટ પોઝિટીવ આવતા બેંક તેનું કામકાજ બંધ કયુઁ છે.

બેંકની બહાર નોટિસ બોડઁ મારીને બેંકના ખાતેદારોને બેંક વ્યવહાર હેતુ બીજી સુચનાના મળે અને બેંક ચાલુ ના થાય ત્યાં સુધી અન્ય શાખામા જવા ની સુચનાઓ આપવામાં આવી છે અને નોટીસ બોર્ડ પર સુચના પણ મારવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજ્યમાં રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 2265 કેસ નોધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવામાં 1290 કેસ નોધાયા હતા.

જયારે સુરતમાં 415 ,વડોદરામાં 86 આણંદમાં 70 ,કચ્છમાં 37 રાજકોટમાં 36,ખેડામાં 34 ભરૂચમાં 26,મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23 કેસ નોધાયા હતા. જયારે છેલ્લા 24 કલાકમાં 240 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7881 હતી અને રાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત પણ મંગળવારે થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા.