અમદાવાદના પીપળજ-પીરાણા રોડ ઉપર મોડી રાત્રે ભીષણ લાગી આગ

અમદાવા,

અમદાવાદના પીપળજ-પીરાણા રોડ ઉપર આવેલા રેકેશ ફેબ્રિક કંપનીના રૂના ગોડાઉનમાં બુધવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.

આ ભીષણ આગને લઈને ફાયરબ્રિગેડની 9 ગાડી ઘટનાસ્થળે આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી.

હાલમાં આગ કાબુમાં આવી જતાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.