ભાજપમાં ધૂળેટી પહેલા હોળીનો માહોલ

ભાજપમાં ધૂળેટી પહેલા હોળીનો માહોલ

નવી દિલ્હી

હોળી અને ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસ બાકી છે તે પહેલા જ ભાજપમાં ધૂળેટીનો માહોલ જામી ગયો છે.ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની યોજાયેલી વિધાનસભાની ચુંટણી પૈકી ચારમાં ભાજપે જીત મેળવી છે જયારે એકમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ૪૨૫ બેઠક પૈકી ૨૬૦ બેઠકથી વધુ પર જીત હાંસલ કરીને સત્તા જાળવી રાખી છે આમ ૩૫ વર્ષ બાદ ઉત્તરપ્રદેશમાં સત્તાધારી પક્ષે સત્તા જાળવી રાખી છે.ઉત્તરપ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ જીત મેળવીને સત્તા જાળવી રાખી છે

આ ઉપરાંત ગોવા અને મણીપુરમાં પણ ભાજપે જીત મેળવી છે. જો કે ભાજપની આ જીત થોડી ફીકી કરી છે પંજાબના પરિણામોએ.પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠક પૈકી ૯૦થી વધુ બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી પ્રથમ વખત દિલ્હી બહાર સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.

પંજાબમાં આપની સુનામીમાં મુખ્યમંત્રી ચરણજીત ચન્ની,સુખબીર સિંહ બાદલ સહીત અનેક દિગ્ગજોને હારનો સામનો કરવો પડયો છે. આમ હોળી ધુળેટીના તહેવાર પહેલા ભાજપના કાર્યકરોમાં ભગવા રંગની હોળી રમાય રહી છે.