સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૪૭૮૨ કરોડની જોગવાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ  ૪૭૮૨ કરોડની જોગવાઇ

ગાંધીનગર

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે.

• નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને હાલ `૭૫૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં `૨૫૦નો વધારો કરી `૧૦૦૦ માસિક પેન્‍શન આપવામાં આવશે. ૮૦ વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ `૧૦૦૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં `૨૫૦નો વધારો કરી `૧૨૫૦ માસિક પેન્‍શન આપવામાં આવશે. જેનો લાભ આશરે ૧૧ લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઇ ૯૭૭ કરોડ.

• રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજનામાં લાભાર્થીઓને હાલ `૬૦૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં `૪૦૦નો વધારો કરી `૧૦૦૦ માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ `૩૫ કરોડ.

• ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે જોગવાઇ `૫૦૦ કરોડ.

• ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે `૨૫૦નો વધારો કરવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ `૪૪૬ કરોડ.

• પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે હાલ `૬૦૦ આપવામાં આવે છે. જેમાં `૩૦૦નો વધારો કરી ગણવેશ સહાય માટે `૯૦૦ આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ `૩૭૪ કરોડ.

• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે માસિક રકમ `૧૫૦૦ આપવામાં આવે છે જેમાં `૬૬૦નો વધારો કરી માસિક રકમ `૨૧૬૦ આપવા માટે જોગવાઈ `૨૮૮ કરોડ.

• આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે જોગવાઇ `૨૦૫ કરોડ.

• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે જોગવાઈ `૧૯ કરોડ.

• અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના થકી લાભાર્થીઓને લોન આપવા માટે જોગવાઇ `૧૦૫ કરોડ.

• ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૭૦ હજાર કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે જોગવાઇ `૭૦ કરોડ.

• દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં `૫૦૦નો વધારો કરવામાં આવશે.

• માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સાધનો પૂરા પાડવા જોગવાઈ `૫૨ કરોડ.

• કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને સહાય માટે જોગવાઇ `૪૨ કરોડ.

• સંકટ મોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે જોગવાઇ `૨૧ કરોડ.

• ર્ડા.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં હાલની સહાય `૧ લાખ આપવામાં આવે છે. જેમાં `૧.૫ લાખનો માતબર વધારો કરી `૨ લાખ ૫૦ હજાર સહાય આપવામાં આવશે. જેના માટે જોગવાઇ `૧૫ કરોડ.

• સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ જોગવાઇ `૯ કરોડ.

• ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલયોનું મકાનભાડું વિદ્યાર્થીદીઠ ગ્રામ્ય વિસ્તારમાં માસિક `૫૦ માંથી વધારી `૧૦૦, નગરપાલિકા વિસ્તારમાં માસિક `૭૦ માંથી વધારી `૧૪૦ અને મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક `૯૦ માંથી વધારી `૧૮૦ કરવામાં આવશે.

• વિકસતી જાતિ માટેની ડે-સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં `૬૦૦થી `૨૨૦૦ સુધીનો વધારો કરવામાં આવશે.

• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા હાલ `૫૦૦૦ સહાય આપવામાં આવે છે જેમાં `૩૦૦૦ નો વધારો કરી `૮૦૦૦ સહાય આપવામાં આવશે.

• પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સહાય `૩૦ હજાર આપવામાં આવે છે જેમાં `૭૦ હજારનો માતબર વધારો કરી `૧ લાખની સહાય આપવામાં આવશે.

• દિવ્યાંગજનોને ભાવનાત્મક ટેકો આપવા સાંકેતિક ભાષાની વીડિઓ કોલ સહિત રાજ્યકક્ષાની નવી ૨૪ x ૭ હેલ્પ લાઇન સુવિધા શરૂ કરવામાં આવશે.