મંત્રી પ્રદીપભાઈ પરમારની અનુસુચિત જાતિના વિધાર્થીઓને વધુ એક ભેટ

મંત્રી પ્રદીપભાઈ પરમારની અનુસુચિત જાતિના વિધાર્થીઓને વધુ એક ભેટ

ગાંધીનગર

આગામી મહીને રજુ થનાર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ પહેલા જ રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે અનુસુચિત જાતિના વિધાર્થીઓને વધુ એક ભેટ આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ કેબીનેટ મંત્રી પ્રદીપ પરમારે ખાનગી કોલેજોમાં એફ.આર. સી.કમિટી માં જે કોલેજોની ફી નક્કી થઈ શકી નથી તે તમામ કોલેજોના વિદ્યાર્થીના હિતમાં યુનિવર્સિટી દ્વારા નક્કી થયેલ શિક્ષણ ફી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિમાં ચૂકવવા તાત્કાલિક અસરથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત આ નિર્ણયના તાકીદની અસરથી અમલ કરવા માટે રાજ્યના દરેક જીલ્લાના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને પત્ર પણ પાઠવી દેવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી એફઆરસીએ નક્કી ના કરેલ અભ્યાસ ક્રમોમાં ફી ચુકવવા મામલે વિધાર્થીઓ અને સબંધિત કોલેજોના સંચાલકો વચ્ચે વિવાદ ચાલતો હતો.