વડાપ્રધાન મોદીની ગુજરાતના સાંસદો સાથે સૂચક બેઠક

વડાપ્રધાન મોદીની ગુજરાતના સાંસદો સાથે સૂચક બેઠક

ગાંધીનગર,

વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુત્નીને ધ્યાનમાં રાખીને ભાજપતો ઠીક હવે વડાપ્રધાન મોદીએ પણ કમર કસી લીધી છે અને તૈયારીઓની સીધી કમાન હાથમાં લઇ લીધી છે.

આજ રોજ નવી દિલ્હી ખાતે ભાજપની સંસદીય બેઠકને સંબોધન કર્યા વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠક યોજી હતી જેમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા હતા અને તેમની સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો હતો અને જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું .બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નદ્દા પણ હાજર રહ્યા હતા