૧ એપ્રિલે વડાપ્રધાન મોદી કરશે પરીક્ષા પે ચર્ચા

૧ એપ્રિલે વડાપ્રધાન મોદી કરશે પરીક્ષા પે ચર્ચા

નવી દિલ્હી

હાલ ગુજરાતમાં ઘોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે અને અન્ય રાજ્યોમાં તેમજ સીબીએસઈ માધ્યમમાં પણ ટૂંક સમયમાં પરીક્ષા શરુ થવાની છે તે પહેલા વિધાર્થીઓને પરીક્ષાના ટેન્શનના ખોફને ડામવાની ટીપ્સ આપવા વડાપ્રધાન મોદી ૧ એપ્રિલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરશે.

જેમાં સમગ્ર દેશમાંથી અનેક વિધાર્થીઓ જોડાશે.વડાપ્રધાન મોદી શુક્રવારના રોજ ઓનલાઈન માધ્યમથી વિવિધ રાજ્યના વિધાર્થીઓ સાથે જોડાશે અને પરીક્ષા સમયના માહોલ અને તણાવ સબંધિત માહોલ સંદર્ભે વિધાર્થીઓ દ્વારા પૂછવામાં આવનાર પ્રશ્નના ઉત્તર આપશે.જેનું ઓનલાઈન પ્રસારણ રાજ્યની શાળાઓમાં ઓપન કરાશે.

જો કે હાલ રાજ્યમાં ઘોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ચાલી રહી હોવાથી મોટા ભાગની શાળાઓમાં વિધાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે જેથી મોટા ભાગની શાળાઓએ 1/4/22 તરીખે ૧૦ વાગે સ્કૂલમાં યુનિફોમમાં શાળાએ આવવા તાકીદ કરી છે.