નવસારીના ધોરણ ૧૨ના એક વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત

નવસારીના ધોરણ ૧૨ના એક વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત

નવસારી,

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હાલ ઘોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે નવસારીમાં ઘોરણ ૧૨ના ર્ક વિધાર્થીનું પરીક્ષા પહેલા જ હૃદય રોગના હુમલાથી નિધન થતાં સમગ્ર જીલ્લામાં પરીક્ષા આપતાં વિધાર્થીઓ માંશોકાતુર માહોલ સર્જાયો હતો.મળતી માહિતી અનુસાર નવસારીના ઉત્સવ નરેન્દ્ર નામના વિદ્યાર્થીનું હૃદય હુમલાથી નિધન થયું હતું.

નવસારીની વિધાકુંજ શાળામાં ધોરણ ૧૨ કોમર્સમાં ઉત્સવ અભ્યાસ કરતો હતો.તેનો પરીક્ષામાં નંબર નવસારીની અગ્રવાલ સ્કુલમાં આવ્યો હતો. સેન્ટર પર પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો તે પહેલા જ અચાનક એટેક આવ્યો હતો જેની પરિવારને જાણ થતા જ તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતી જો કે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દરમિયાન ઘટનાની જાણ થતા કલેકટર અને ડીડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી.બીજીબાજુ શોકમય પરિવારે આંખોનું દાન કરીને કોઈ દિવ્યાંગના અંધકાર જીવનમાં અજવાળું પાથરવાનું પુણ્ય કાર્ય કર્યું હતું