ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો અભદ્ર ભાષાનો વિડીયો થયો વાયરલ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો  અભદ્ર ભાષાનો વિડીયો થયો વાયરલ

અમદાવાદના

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો વિડીયો વાયરલ થી રહ્યું છે. આરટીઆઈ એક્ટીવીસ્ટને તોડબાજ ગણાવ્યા વિડીયોમાં ગંદી ગાળો બોલતા નજરે પડી રહ્યા છે  પણ પડે છે

રાજ્યનો વહીવટ સુચારુ રૂપે ચાલે તે માટે વિધાનસભામાં બિરાજતા ધારાસભ્યોને મતદારો જ ચૂંટીને મોકલતા હોય છે ત્યારે તેમનું આચરણ હજારો લોકો માટે પ્રેરક માનવામાં આવે છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ હવે હાલ તો અમદાવાદની જમાલપુર બેઠકના મતદારો તો ઠીક રાજ્યના મોટા ભાગના નાગરીકો વિચારતા થઇ ગયા કે અમે આવા જન પ્રતિનિધીઓને પસંદ કર્યા છે. દાણી લીમડા અને નારોલ વિસ્તારમાં પ્રદૂષણ ઓકતી ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરવા પહોચી છે અને તે સમય સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સરકારી કામમાં દખલગીરી કરતાં હોવાનું આ વિડિયોમાં પ્રથમ દ્રષ્ટિએ સમજાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો અભદ્ર ભાષા અને ગાળો બોલતું વિડીયો વાયરલ થયો છે.

૧ મિનીટ ૩૧ સેકન્ડના વાયરલ થયેલા વિડીયોમાં ઇમરાન ખેડાવાલા સરકારી અધિકારીઓ સાથે વાત કરી રહયા છે આ વાતચીત દરમિયાન જ તેઓ અચાનક ગુસ્સે થઇ જાય છે અને આરટીઆઈ એક્ટીવીસ્ટ કાર્યકરો સંદર્ભે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીનેમાં બેન સામે ગંદી ગાળો પણ બોલતા નજરે ચડે છે. જેની સામે રાજ્યમાં આરટીઆઈ એકટીવીસ્ટ એશોશીયેશન દ્વારા ઉગ્ર વિરોધ પણ નોધાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અભદ્ર ભાષાનો જાહેરમાં ઉપયોગ કરનાર ધારાસભ્ય સામે કેવી કાર્યવાહી કરે છે.