પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ બની શકે છે નવા ગુજરાત પોલીસ વડા

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ બની શકે છે નવા ગુજરાત પોલીસ વડા

ગાંધીનગર

વર્ષના અંતે યોજાનારી વિધાન્સભાનીન ચુંટણી પહેલા રાજ્યને આગામી જૂન મહિનાના પ્રારંભે નવા પોલીસ વડા મળી જશે. હાલના પોલીસ વડા આશિષ ભાટિયા આગામી ૩૧ મેના રોજ સેવા નિવૃત થઇ રહ્યા છે ત્યારે ચૂંટણી વર્ષમાં એક્સ્ટેન્શન આપવું રાજ્ય સરકાર માટે શક્ય લાગતું નથી જેના પગલે રાજ્ય સરકારે નવા પોલીસ વડાની નિમણુક માટે વિચારણા શરુ કરી દીઘી છે.

ચૂંટણી વર્ષમાં એક્સ્ટેન્શન આપવું રાજ્ય સરકાર માટે અશક્ય 

સુત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત કોર ગુપ સાથે નવા પોલીસ વડાની નિમણુક માટે ચર્ચા કરી હતી. જેમાં હાલના પોલીસ વડા આશિષ ભાટિયાને એક્સટેનશન આપવા અંગે મતમતાંતર સર્જાયા હતા. કારણ કે ચુંટણી ડીસેમ્બરમાં યોજાવાની છે અને જો એક્સ્ટેન્શન આપે અને ચૂંટણી જાહેર થયા બાદ જો ચુંટણી પંચ આશિષ ભાટિયાના બદલે બીજા કોઈ અધિકારીની પોલીસ વડા તરીકે નિમણુંક કરે તો સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ ઉભી થઇ શકે જેથી હાલ તો સરકાર દ્વારા પોલીસ વડા તરીકે નવા અધિકારીની નિમણુક માટે તૈયારીઓ શરુ કરી દેવાય છે.

શું સૌથી સીનીયર પોલીસ અધિકારી ટી એસ બિષ્ટને કરાશે સુપરસીડ

જેમાં હવે રેસમાં સૌથી પ્રબળ દાવેદાર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ છે આને તેઓ સરકારની પ્રથમ પસંદ પણ છે જેઓ અગામી વર્ષ માર્ચ ૨૦૨૩માં સેવા નિવૃત થવાના છે . પરંતુ તેમના કરતા સીનીયર અધિકારી ટી એસ બિષ્ટ છે જેમને સુપર સીડ કરવા પડે જે રાજ્ય સરકાર માટે પણ અશક્ય નહિ પણ મુશ્કેલીભર્યું કામ છે. ૧૯૮૫ કેડરના આઈપીએસ અધિકારી ટી એસ બિષ્ટ હાલ સીઆઈડી ક્રાઈમ અને રેલવેના પોલીસ વડા છે જો કે તેઓ જૂન ૨૦૨૨માં સેવા નિવૃત થવાના છે જેથી એક મહિના માટે રાજ્ય સરકાર પોલીસ વડા તરીકે નિમણુક કરે તેવી શક્યતા ઓછી છે જેથી તેમને સુપરસીડ કરીને સંજય શ્રી વાસ્તવનો પોલીસ વડા બનવાનો માર્ગ સરકાર મોકળો કરી શકે છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ બની શકે છે નવા પોલીસ વડા પોલીસ

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવ ૧૯૮૭ કેડરના આઈપીએસ અધિકારી છે અને તેમના માટે મહત્વપૂર્ણ વાત એ છે કે અન્ય પોલીસ અધિકારી જેવા કે અતુલ કરવલ કે પછી વિવેક શ્રીવાસ્તવ કે પછી વિકાસ સહાય એ તમામ અધિકારી સંજય શ્રીવાસ્તવની પછીની કેડરના છે . આમ હાલતો નવા પોલીસ વડાની રેસમાં તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોટ ફેવરીટ છે. જો તેઓ પોલીસ વડા બને તો અંદાજે એક વર્ષ સુધી તેઓ આ પદ પર સેવા બજાવી શકશે.