સાત ચરણમાં યોજાશે પાંચ રાજ્યમાં ચૂંટણી

સાત ચરણમાં યોજાશે પાંચ રાજ્યમાં ચૂંટણી

નવી દિલ્લી,

આખરે ચૂંટણી પંચે વિવિધ રાજકીય પક્ષોની આતુરતાનો અંત આણતા ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીઘી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર સાત તબક્કામાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.જોકે મતગણતરી એક જ દિવસ એટલે ૧૦ માર્ચે યોજાશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. 14 ફેબ્રુઆરીએ બીજા ચરણનું ,20 ફેબ્રુઆરીએ ત્રીજા ચરણનું ,23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કાની ,27મીએ પાંચમાં તબક્કાની અને 3 માર્ચે છઠ્ઠા તેમજ 7 માર્ચે સાતમા ચરણનું મતદાન યોજવામાં આવશે.

આ ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાશે.જયારે ઉત્તર પૂર્વી રાજ્ય મણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે.મણીપુરમાં 27 ફેબ્રુઆરીએ અને 3 માર્ચે ચૂંટણી યોજવામાં આવશે.