દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ : મોદી

દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ : મોદી

નવી દિલ્હી,

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટને આવકારતાં વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ ગણાવતાં કહ્યું હતું કે આ 100 વર્ષના વિશ્વાસનું બજેટ છે અને યુવાઓના સ્વપ્નને મજબૂતી મળશે.

બજેટ પર સામાન્ય લોકોની પ્રતિક્રિયા સકારાત્મક આવી રહી છે અને બજેટનું જોર ગરીબ કલ્યાણ પર રખાયું છે . બજેટથી રોજગારીની સંભાવનઓ વધવાની આશા વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે ખેતીમાં ડ્રોનના ઉપયોગથી લાભ થશે અને પહાડી વિસ્તારો માટે પર્વતમાલા યોજના તેમજ કૃષિ સ્ટાર્ટઅપ માટે બજેટમાં જોગવાઈ કરાય છે અને બજેટથી તમામ વર્ગોને લાભ મળશે.

દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું અને તેને આરોગ્યની સુવિધા વધુ ઉભી કરનારૂં અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરનારૂં બજેટ ગણાવ્યું હતું.

બીજીબાજુ શેરબજારે પણ બજેટને ભવ્ય આવકાર આપ્યો હતો અને સેન્સેક્સ 848 પોઈન્ટના વધારા સાથે 58,862 પર અને નિફ્ટી 237 પોઇન્ટના વધારા સાથે 17,576 પોઇન્ટ પર બંધ રહ્યું હતું.