Budget-2022 : મધ્યમવર્ગના લોકોને હાથ લાગી નિરાશા

budget 2022

Budget-2022 : મધ્યમવર્ગના લોકોને હાથ લાગી નિરાશા

નવી દિલ્હી, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજુ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારામાને સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કોરોનાની અસરને ઓછી કરવાના ભાગરુપે મેન્ટલ હેલ્થ પર ભાર મુકશે, જેમાં ભારતીય નાગરિકો માટે ટેલી મેડિસીન થકી મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ કરાશે બજેટ રજુ કરતાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે ચાલુ વર્ષે ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવશે. બ્લોક ચેઈન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે RBI ડિજિટલ કરન્સી જાહેર કરશે. તેનાથી ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર 30%નો ટેક્સ લગાવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે વર્ચુઅલ ડિજિટલ એસેટ્સના ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી કોઈ પણ પ્રોપર્ટીના ટ્રાન્સફર પર 30% ટેક્સ લાગશે. કોઈ છૂટ નહીં મળે.

કોર્પોરેટ ટેક્સને 18%થી ઘટાડીને 15% કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે.સોલાર pv મોડ્યુલના ઉત્પાદન માટે રૂ. 19500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેનો ફાયદો રિલાયન્સ અને અદાણીને થશે.ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશેઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે: ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

મોબાઈલ ક્ષેત્રે 5 જી ટેક્નોલોજીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે મોબાઈલ કંપનીઓને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતાં સીતારામને કહ્યું હતું કે 2022માં 5જીનું ઓક્શન થશે અને 2022- 23માં ઈ-પાસપોર્ટ શરૂ થશે. આ ઉપરાંત 2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.જયારે નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ કરાશે. જેથી ત્યાંના લોકોનું જીવન સ્તર સુધરશે. ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું. રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે.પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે. મૂડી રોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે.

ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતા સોવરેન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલોપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે. નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે. ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે.

આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી હોવાનો દાવો કરતા સીતારામને કહ્યું હતું કે 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે તેમજ 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે.આગામી ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. જયારે ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું. રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

સીતારામને કહ્યું હતું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આવશે LICનો આઈપીઓ.આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો બનશે. આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે. 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે. PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક 25 હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. અમારો પ્રયત્ન 60 લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલીછે. આની સાથે જ અમે ગરીબો માટે 80 લાખ ઘર બનાવીશું.