શું દેશભરમાં પાછું આવશે લોક ડાઉન યુગ..?

શું દેશભરમાં પાછું આવશે લોક ડાઉન યુગ..?

દિલ્લી,

દેશભરમાં વધી રહેલાં કોરોના સંક્રમણના કેસો હવે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, દિલ્લી અને મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલાં આંકડાઓએ ફરી એક વાર રાજયસરકારો સહિત કેન્દ્ર સરકારને ભયજનક ચિંતામાં મૂકીને લોકડાઉન તરફ વિચારવા મજબૂર કરી દીધા છે.

આપને  જણાવી દઈએ કે પાછલા 24 કલાકમાં દેશભરમાં ઝડપથી વધીને ૯૦ હજાર થી પણ વધારે કોરોનાના કેસો નોધાયા છે તો ૪૦૦ જેટલા મૃત્યુના આંકડા આવતા આજે કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બોલાવી છે.

જેમાં દિલ્લી અને મહારાષ્ટ્રમાં વણસી રહેલી પરિસ્થિતી અને દેશભરમાં વધી રહેલાં કોરનાના કેસો પર ચર્ચા વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધી રહ્યા છે, આ વેરિયન્ટ અત્યાર સુધીનાં તમામ વેરિયન્ટ કરતાં વધુ ખતરનાખ માનવમાં આવી રહ્યું છે.

પશ્ચિમના કેટે દેશોમાં ફરી વાર લોક ડાઉન કરવામાં આવી રહ્યું છે, જો કે ભારતમાં અત્યાર સુધી રાહતની વાત એ છે કે ઓમિક્રોમથી મૃત્યુનાં આંકડ માત્ર ૪૦૦ જેટલા જ નોધવામાં આવ્યા છે.

કેન્દ્રિય ગૃહા સચિવ અજય ભલ્લાએ બોલાવેલી બેઠકમાં ઓમિક્રોન સામે લડવા માટેની બ્લુપ્રિન્ટ પર ચર્ચા કરીને સરકાર નિર્ણાયક ભૂમિકામાં આવીને જાહેર ટ્રાન્પોટેશન, મુસાફરી કરવા સહિત હોટેલ, રેસ્ટોરેંટ, સિનેમા ઉપરાંત જાહેર કાર્યક્રમો સહિત કડક પ્રતિબંધોની જાહેરાત સાંજ સુધી કરી શકે છે.