રાજ્યના સામાજિક ન્યાય મંત્રાલય પર નાનમ ગેંગનો કબજો ?

રાજ્યના સામાજિક ન્યાય મંત્રાલય પર નાનમ ગેંગનો કબજો ?

દેશમાં કે રાજ્યોમાં સરકારનું નેતૃત્વ રાજકીય પક્ષના વ્યક્તિઓના હાથમાં હોય છે પરંતુ પડદા પાછળ રાજ્યનો વહીવટ સનદી અધિકારીઓ કરતા હોય છે તે સર્વવિદિત છે પરંતુ હવે રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયને મંત્રી કે અધિકારીઓ નહિ પરંતુ પોતે ચલાવી રહ્યા હોવાનો દાવો ભાજપના શહેર કક્ષાના હોદેદારોની બનેલી ત્રિપુટી “નાનમ “ ગેંગ કરી રહી હોવાની ચર્ચા સચિવાલય તો ઠીક પ્રદેશ ભાજપ કાર્યાલય પર પણ થઇ રહી છે.

અનુસુચિત જાતિ સમુદાયના વિકાસને લગતાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના મંત્રી હાલ અમદાવાદના અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમાર છે. પરંતુ ખાતું હાલ બની બેઠેલી ત્રિપુટી નાનમ ચલાવતી હોવાનો દાવો ત્રિપુટી સરેઆમ કરી રહી હોવાની ચર્ચા હવે ભાજપના કાર્યકરોમાં પણ સામાન્ય બની રહી છે.

ભાજપના કાર્યકરોમાં થઇ રહેલી ચર્ચા અનુસાર આ ત્રિપુટીને નાનમ ગેંગ નામ આપવામાં આવ્યું છે. જેમાં પહેલો અક્ષર એ આંબાવાડીના નારણ નામના હોદેદારનો છે જયારે બીજો અક્ષર ન એ વાડજના એક નરેન્દ્ર નામના પ્રદેશ હોદેદારનો છે. આ બંને હાલ ભાજપના અનુસુચિત જાતિના પ્રદેશ મોરચામાં પણ હોદેદાર છે .

આ ઉપરાંત વાડજના નરેન્દ્ર નામનો હોદેદાર તો હત્યાના કેસમાં જામીન પર હાલ બહાર હોવાનું પણ ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે. જયારે ત્રિપુટીમાં છેલ્લો અક્ષર મ છે એનું નામ મનીષ છે અને તેની પત્ની અમદાવાદ પૂર્વ વિસ્તારની કોર્પોરેટર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નાનમ ગેંગ જ્યારથી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયમાં જ બેસી રહે છે અને ત્યાંથી જ પોતાનું સંચાલન કરી રહ્યા હોવાનું ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે.