દિકરીઓને લવજેહાદથી બચાવી શકે છે માતાઓ : મીના તાઈ

દિકરીઓને લવજેહાદથી બચાવી શકે છે માતાઓ : મીના તાઈ

અમદાવાદ,

આજે અમદાવાદના સોલા વિસ્તામાં આવેલા ઉમિયા કેમ્પસ સ્થિત વિશ્વ હિંદુ પરિષદની મહિલા પાંખ માતૃશક્તિના પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું.

સાત દિવસથી ચાલી રહેલા આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાત પ્રાંતમાં વિવિધ સ્થાનોથી બહેનોએ ભાગ લીધો હતો, આમ તો વિહિપ અને બજરંગદલ સમાજમાં પ્રસ્થાપિત હિંદુ સંગઠન તરીકે ઓળખાય છે પણ વિહિપની પાંખ મહિલા તરીકે દુર્ગા વાહીની અને માતૃશક્તિ પણ સમાજમાં સેવા સંસ્કાર અને સુરક્ષાના ધ્યેયને લઈને હિંદુ સમાજના દરેક વર્ગમાં કાર્ય કરે છે.

સાત દિવસના પ્રશિક્ષણવર્ગમાં આ મહિલાઓ અહીં જ્ઞાતિઓના વાડા તોડીને સામુહિક ભાવ સાથે સેવા સંસ્કાર અને સુરક્ષાના ગુણ શીખીને વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણ માટે કટિબદ્ધ થાય છે.

હિંદુ સમાજમાં નારીને શક્તિસ્વરૂપ માનવામાં આવી છે, તેથી જ અહી પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને સમાજમાં પાછા વળીને આ બહેનો પોતાના પરિવાર સહીત સમાજમાં ધર્મ, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરશે, તે ઉપરાંત પોત પોતાના વિસ્તારમાં બાળ સંસ્કાર શાળા, સત્સંગ કેન્દ્રો અને મહિલા સ્વાવલંબનના કાર્યોથી સમાજને જોડવાનું કાર્ય કરે છે. 

આ પ્રશિક્ષણ વર્ગના સમાપન સમારોહના મુખ્ય વક્તા અને વિહિપ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય મીનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે માતૃશક્તિમાં એક વિશેષ ગુણ છે કે તે હિંદુ સમાજના પતનની સાથો સાથ વધી રહેલા લવજેહાદ સહીતના અનેક દુષણોને પોતાના સંસ્કારો થકી રોકી શકે છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશના સંયોજિકા કલ્પનાબેન અને સરદાર ધામના ઉપપ્રમુખ ડો. જાગૃતિબેન પટેલ સહીત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.