માલધારી સમાજે પણ ચડાવી રાજ્ય સરકાર સામે બાંયો

અમદાવાદ,

વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાના પાટીદાર નેતાઓના અલ્ટીમેટમ બાદ હવે માલધારી સમુદાયે પણ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે પશુ રાખવા અંતે લાયસન્સ ફરજીયાત બનાવવાનો કાયદો લાવવામાં આવશે તો ચૂંટણીમાં રાજ્ય સરકારે પરિણામ ભોગવવું પડશે.

રાજ્યની વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે વિવિધ સમુદાય અને વિવિધ જાતિઓના સંગઠનો રાજ્ય સરકાર સમક્ષ પોતની માંગ રજુ કરી રહી છે અને આંદોલન કરવાની ચીમકી આપી રહી છે ત્યારે હવે માલધારી સમાજ દ્વારા પણ રાજ્ય સરકારને ચીમકી આપવામાં આવી છે.૩૧ માર્ચે શહેરમાં પશુઓ રાખવા માટે લાયસન્સ ફરજીયાત બનાવતો કાયદાનું બીલ વિધાનસભામાં રજુ કરવામાં આવનાર છે .

વિરોધ સંદર્ભે માલધારી સમાજ દ્વારા મંગળવારે ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ચીમકી આપવામાં આવી હતી કેસરકાર કાયદો બનાવશે તો ચૂંટણીમાં તેને પરિણામ ભોગવવું પડશે અને આ ઉપરાંત ૩૧ યુવકોએ પ્રસ્તાવિત કાયદાના વિરોધમાં ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી હતી.