8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું

8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું

ગાંધીનગર,

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોનના વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં રાત્રી કરફ્યુનો અમલ યથાવત જ રહેશે.

જો કે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ રહેશે. જયારે રાજ્યમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.રાત્રે 10 વાગ્યા સુધીમાં 75% ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે.

ગુજરાત સરકારે લગ્નમાં ખુલ્લામાં 150 લોકો અને બંધ સ્થળે ક્ષમતાના 50 ટકા લોકો એકઠા થવાની આપી છુટ આપી છે.જયારે રાજકીય, સામાજીક અને ધાર્મિક પ્રસંગમાં પણ મહતમ 150 લોકો એકઠા થવાની છુટ પણ અપાય છે.

દરમિયાન રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારના રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,225 નવા કેસ નોંધાયા હતા અને આજે 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા હતા અને હાલ 116843 એક્ટિવ કેસ છે.