હાઈવે પરના ઢાબે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણી ચાની ચુસ્કી

હાઈવે પરના ઢાબે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણી  ચાની ચુસ્કી

રાજકોટ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વખત પોતાના સાલસ સ્વભાવના પરિચયથી સામાન્ય નાગરિકોને અવગત કરાવ્યા હતા. રાજકોટની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી અને હોટલ પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા.

મુખ્યમંત્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાની કામગીરીના નિરીક્ષણ વેળાએ હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી. આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા.

મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા.