કૃષ્ણનગર કોમન પ્લોટ બિલ્ડરને ફાળવતા સ્થાનિકોનું વિરોધ

કૃષ્ણનગર કોમન પ્લોટ બિલ્ડરને ફાળવતા સ્થાનિકોનું વિરોધ

અમદાવાદ,

અમદાવાદમાં જમીનના ભાવ દિવસે ના વધે એટલા રાતે વધી જાય છે  અને સ્માર્ટ સીટી અમદાવાદમાં જમીનના ભાવ હવે કરોડો રૂપિયાને આંબતા જાય છે છતાં અમદાવાદ શહેરમાં હવે જમીન મળવી મુશ્કેલ છે.

ત્યારે હવે બિલ્ડર લોબીની નજર હવે શહેરમાં સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનો તેમજ તેના કોમન પ્લોટ પર જવાની શરૂઆત થઇ છે.

અમદાવાદ પૂર્વના કૃષ્ણનગરમાં અંદાજે ૩૫ વર્ષ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજે ત્રણ માળીયાના અંદાજે ૩૦૦૦ જેટલા મકાન બાંધવામાં આવ્યા હતા તે વખતે રહીશોને કોમન પ્લોટ પણ આપવામાં આવ્યો હતો.

હવે આ કોમન પ્લોટ બિલ્ડરને ફાળવવામાં આવ્યો હોવાની વાત પ્રસરતાં જ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં રહીશો કોમન પ્લોટ પર એકત્ર થઈને કોમન પ્લોટ બિલ્ડરને આપવાનો વિરોધ કરી રહ્યા છે અને જરૂર પડે તો કાયદાકીય લડત લડવાનો પણ નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.