નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના દિવસ દરમિયાન નિઃશુલ્ક સારવાર આપશે.

નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના દિવસ દરમિયાન નિઃશુલ્ક સારવાર આપશે.

અમદાવાદ

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. આ ઉજવણી દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ધાબા પર ચઢીને પતંગ ચગાવવાની સાથે સાથે ચીક્કી અને શેરડીની મજા માણસે. આ ઉજવણી દરમિયાન પતંગની દોરી કે ઉપરથી નીચે પડી જતા ઘણા લોકોને ઈજા પહોંચતી હોય છે સાથે જ પક્ષીઓ પણ પતંગની દોરીઓ થી ઘાયલ થતાં હોય છે.

એવામાં અમદાવાદમાં નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના દિવસ દરમિયાન નિઃશુલ્ક સારવાર આપશે.

અમદાવાદના નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનમાં નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા અમદાવાદ શહેરમાં 50 થી 60 જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનના 300થી વધારે વિદ્યાર્થીઓ સેવા આપશે. આ અંગે નેશનલ પેરામેડિકલ એજ્યુકેશનના ચેરમેન સતીષ શાહે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન પશુઓ અને લોકો પતંગની દોરીથી ઘાયલ થતા હોય છે તેવામાં આવા લોકોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે.

ખાસ આ બે દિવસ દરમિયાન ટુ વ્હીલર વાળા ચાલકોએ પોતાનું વાહન ધીમી ગતિએ ચલાવવું જોઈએ જેથી કરીને રસ્તામાં રહેલી પતંગની દોરીથી પોતાને બચાવી શકાય