મુખ્યપ્રધાનો નિર્ણય : સંક્રમણ વધતાં વાયબ્રન્ટ સમિટ 2022 મોકુફ રહેશે

મુખ્યપ્રધાનો નિર્ણય : સંક્રમણ વધતાં વાયબ્રન્ટ સમિટ 2022 મોકુફ રહેશે

ગાંધીનગર,

કોરોનાનાં વધતાં કેસો વચ્ચે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2022 પર પાછલા કેટલાય દિવસોથી રદ્દ થવાની અટકળો સેવાઈ રહી હતી. ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તડામાર તૈયારીઓ વચ્ચે આજે વાયબ્રન્ટ સમીટને મોકુફ રાખવાની જાહેરાત કરતાં અટકળોનું અંત લાવી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાય દિવસોથી કોરોનાના કેસોમાં મોટા પાય વધારો જોવા મળી રહ્યો હતો. જેને લઈને આજે મુખ્યપ્રધાને ભૂપેન્દ્રભાઈ પટેલે મુખી સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને વધી રહેલા કોરના સંક્રમણને ધ્યાને લઈને આ નિર્ણયની જાહેરાત કરી હતી. 

આ વાયબ્રન્ટ સમિટ આગામી તા. 10 જાન્યુઆરી થી યોજાવાની હતી જેમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત દેશ વિદેશના મહાનુભાવો ભાગ લેવાનાં હતા. તે ઉપરાંત 26 દેશોના ડેલિગેશન તેમજ અદાણી, અંબાણી, અને ટાટા સહિતના દેશના મોટા ઉધ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના હતા. 

રાજ્ય સરકારના આ નિર્ણયને લોકોએ આવકાર આપ્યો છે,સાથે જ સંક્રમણનો વિસ્ફોટ થતાં હવે લોકો અનુમાન કરી રહ્યા છે સરકાર હવે એક્શન મોડ આવીને રાજ્યભર નવી SOP જાહેરા કરીને વધુ આકરા પગલાની જાહેરાત કરી શકે છે.