Viral video: દારૂના બુટલેગરો પર નરોડા અને કૃષ્ણનગર પોલીસની રહેમ નજર કેવી છે તે જુવો

અમદાવાદ,

પોલીસની દારૂબંધીના લિરે લીરા ઉદાડતો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે, નરોડા મુક્તિધામ કેનાલ પાસે ઉતારેલા આ વિડિયોમાં દેશી દારૂની ખેપ મારત શખ્સ પોલીસ ખુલ્લેઆમ દારૂના મોટા મોટા કોથળા સાથે પકડે છે, ખેપીયો બિન્દાસ્ત વહીવટદાર સાથે વાત કરાવીને મામલો થાળે પડતો નજરે ચડે છે.

હપ્પા ના જોરે પોલીસને ખીસામાં રાખીને ક્રિષ્નાનગરનો બુટલેગર ઉદયસિંહ કેવી રીતે દારૂનો અડ્ડો ચવાવે છે તે આ વિડિયોમાં સાંભળીને લોકો પોલીસ સામે પ્રશ્ન કરી રહ્યા છે કે શું સામાન્ય માણસ માટે અને માનીતા બુટલેગરો માટે કાયદા જુદા છે..?

જો કે નરોડામાં દારૂની બદી એ હદે વધી છે કે 2 દિવસ અગાઉ એક ભાજપ ના કાર્યકરે જ નરોડા ભાજપનાં વ્હાટ્સઅપ ગ્રુપમાં દારૂ વેચાતો વીડિયો નાખીને નેતાઓ પાસે દારૂનો અડ્ડો બંધ કરવા અપીલ કરી હતી. પણ હપ્તાખોર પોલીસ અને નેતાઓની રહેમ નજર થી આવા અનેક અડ્ડાઓ નરોડા અને ક્રિષ્ના નગર પોલીસની હદમાં ચાલી રહ્યા છે.