ધંધુકામાં યુવકની હત્યા એક કોન્સ્પીરેસી હતી : હર્ષ સંઘવી

ધંધુકામાં યુવકની હત્યા એક કોન્સ્પીરેસી હતી : હર્ષ સંઘવી

ધંધુકા,

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની થયેલ હત્યાના બે દિવસ બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા હેતુ ધંધુકાની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે આ હત્યા એક કોન્સ્પીરેસી છે, યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી, મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા, હત્યારાઓ કેવી રીતે પ્રેરિત થયા તેની માહિતી મેળવાઈ રહી છે.

ધંધુકામાં માલધારી યુવકની થયેલ હત્યા બાદ સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.વિશ્વ હિંદુ પરિષદ સહીત અનેક હિંદુ સંગઠનોએ શુક્રવારે બંધનું એલાન આપ્યું છે તે દરમિયાન જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધંધુકાની મુલાકાતે ગયા છે.

મૃતકના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ સામાન્ય મામલો નથી, આરોપીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

યુવકની હત્યાને એક ષડ્યંત્ર ગણાવતાં સંઘવીએ કહ્યું હતું કેસમગ્ર મામલાનું મોનીટોરીંગ તેઓ જાતે જ કરી રહ્યા છે.હત્યા કયા કારણથી થઇ તેની તપાસ થઇ રહી છે. તેમણે પરિવારને ન્યાય અપાવવાની પણ ખાતરી આપી હતી. મળતી માહિતી અનુસાર શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ સમગ્ર મામલે બે મોલવી સામેલ હોવાની પણ જાણકારી બહાર આવી છે.હત્યામાં વપરાયેલા હથિયાર એક મોલવી દ્વારા આપવામાં આવ્યા હોવાની આશંકા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ધંધુકાના માલધારી યુવકની હત્યા બાદ સમગ્ર પંથકમાં તણાવનો માહોલ છે.હત્યાના વિરોધમાં ધંધુકા સહીત સુરેન્દ્રનગર અને રાણપુર પણ બંધ રાખવામાં આવ્યું છે.