હવામાનમાં ફેર-ફારનાં લીધે મસીના ઉપદ્રવથી અમદાવાદીઓ હેરાન પરેશાન

હવામાનમાં ફેર-ફારનાં લીધે મસીના ઉપદ્રવથી અમદાવાદીઓ હેરાન પરેશાન

અમદાવાદ 
હવામાનમાં ફેરફાર અને બદલાતી સીજનમાં મસી નામ ઓળખાતી જીવાતનો શહેરમાં ઉપદ્રવ વધી ગયો છે. જેના પગલે ટુ વ્હીલર ચલાવતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મસીના ઉપદ્રવથી વાહન ચલાવતી વખતે આંખમાં પડવાના કારણે અકસ્માતનો પણ ભય રહે છે.

શહેરમાં લગભગ વસંત પંચમી બાદથી મસીનો ઉપદ્રવ વધી ગયો હોવાનું શહેરીજનોનું માનવું છે. જેનો સૌથી વધારે ભોગ ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ  બની રહ્યા છે. ચશ્માં ના  પહેર્યા હોય તો મસી આંખોમાં પણ પડે છે.

જાણકારી અનુસાર વસંત ઋતુનું વાતાવરણથી મસીનું મોટા પ્રમાણમાં પ્રજનન થતું હોય છે જેના કારણે તેનો ઉપદ્રવ પણ મોટી સંખ્યામાં જોવા મળતો હોય છે.મોટા ભાગે સવારે અને બપોર બાદ અને સાંજ પડતા પહેલા પવનની દિશામાં જ મસી ઉડતી હોય છે.

જો કે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ તેનો ખાતમો પણ થતો જશે જેથી હાલ શહેરમાં સતત વધી રહેલા તાપમાનના પરિણામે આગામી એકાદ સપ્તાહમાં મસીના ઉપદ્રવથી રાહત મળે તેવી શક્યતા છે.

કારણ કે ગરમીમાં મસી જીવિત રહી શકતી નથી ,જેથી હાલ પૂરતાં તો ટુ વ્હીલર વાહનચાલકો અને રાહદારીઓએ આંખોને કવર કરી શકે તેવા ચશ્માં અને બને તો આખી બાયના વસ્ત્રો પહેરવા હિતાવહ છે.