બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષાની તારીખ જાહેર

બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષાની તારીખ જાહેર

ગાંધીનગર,

કોરોના કાળમાં ગત વર્ષે માસ પ્રમોશન આપવાના કરાયેલ નિર્ણય બાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે ઘોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમટેબલ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બુધવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

બુધવારે જાહેર કરાયેલ સમયપત્રક અનુસાર ઘોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ ૨૮ માર્ચથી શરુ થશે જે ૧૨ એપ્રિલ સુધી ચાલશે.ઘોરણ ૧૦નું પ્રથમ પેપર ગુજરાતી છે.

ઘોરણ ૧૦નો પરીક્ષાનો સમય સવારે ૧૦ કલાકથી બપોરના ૧: ૧૫ કલાક સુધી રહેશે.જયારે ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે ૩: ૦૦ કલાકથી ૬:૩૦ કલાકનો રહેશે.