અમદાવાદ ખાતે વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

અમદાવાદ ખાતે વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

અમદાવાદ,

આજે દેશભરમાં શોર્ય અને સ્વાભિમાનના પ્રતીક વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રતિવર્ષની જેમ અમદાવાદનાં ઘાટલોડીયા વિસ્તારમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ અને ભાજપ કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલના સંયોજક નરેન્દ્રસિંહ પુરોહિત સહિત વિવિધ સમાજનાં આગેવાનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે ઘાટલોડિયા સહિત શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની મૂર્તિ પર પણ ક્ષત્રિય સમાજ અને રાજસ્થાની સામાજિક સંગઠનો અને ભાજપ સહિત સંઘ પરિવારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પીને મહારાણા પ્રતાપના સાહસ અને વીરતાનો સ્મરણ કરીને રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા બદલ તેમની કૃત્યજ્ઞતા વ્યકત કરી હતી.

જોકે વહેલી સવારથી દેશભક્તિના ગીતો વચ્ચે મહારાણા પ્રતાપની પ્રતિમાને જલાભિષેક કરી, તીલક લગાવી ,સાફો બાંધી, પૂજા કરી, પુષ્પ અર્પણ કરવાનો સિલસિલો શરૂ થયો હતો. તે ઉપરાંત કાર્યકર્તાઓએ સફાઈકામ કરીને શ્રમદાન કરી સ્વચ્છ કરી સુશોભિત કરી પુરા વાતાવરણને ભગવામય બન્યું હતું