તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ

ગાંધીનગર

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.હવે ૧૫ના બદલે ૧૭ ફેબ્રુઆરી સુધી સુધી ફોર્મ ભરી શકાશે અને ફી ભરવાની મુદ્દત 21 તારીખ સુધી લંબાવાઇ છે.

ફોર્મ ભરવાના સર્વરમાં તકલીફ હોવાની મળેલી રજૂઆત બાદ તલાટી ભરતી અંગે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ સોમવારના રોજ મહત્વની જાહેરાત, કરીને તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદત લંબાવી હતી. સરકારે તલાટી કમ મંત્રીના પદ માટે બહાર પાડેલી જાહેરાત અનુસાર ૧૫ ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો પરંતુ સર્વર ડાઉન હોવાથી ફોર્મ ભરવામાં અનેક ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.અગાઉ વિભાગ દ્વારા વધુ બે સર્વર મુક્વાની સૂચના પણ અપાય હતી અને NICને નવા સર્વર એડ કરવા સૂચના અપાઈ હતી છતાં પણ ફોર્મ ભરવામાં પડી રહેલી હાલાકીના પગલે અંતિમ તારીખ બે દિવસ લંબાવવામાં આવી છે.

દરમિયાન ગુજરાત ગૌણ સેવા હેડ કલાર્ક પેપર લીકનો મામલો હજુ શમ્યો નથી ત્યાં તો રાજ્યમાં વધુ એક ભરતીમાં અન્યાયનો આરોપ થઇ રહ્યો છે. ગુજરાત લાઈવલી હુડની ભરતીમાં અન્યાય કરાયો હોવાનો આરોપ પાસ થયેલા ઉમેદવારો કરી રહ્યા છે.

૩૯૨ જગ્યાની ભરતી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં ન બોલાવ્યાનો આરોપ થઇ રહ્યા છે અને પાસ થયેલા ઉમેદવારોનું કહેવું છે કે ઈન્ટરવ્યુ માટે જાણ ન કરાતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે તેમજ પાસ ઉમેદવારોને મેસેજ,ઈ-મેલ,ફોન ન કરાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે,