બજરંગદળ દ્વારા કોરોના વોરીરીયર્સ સમાન દાતાશ્રીઓને સન્માનિત કરાયા

બજરંગદળ દ્વારા કોરોના વોરીરીયર્સ સમાન દાતાશ્રીઓને સન્માનિત કરાયા

અમદાવાદ,

શનિવારે સાંજે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં બજરંગદળ દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બજરંગદળ દવારા કરાયેલા કોરોનાકાળ દરિમયાન પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સેવા કાર્યમાં જોડાયેલા દાતાશ્રીઓ સહિત તમામ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

અમદાવાદના ઉસમાનપુરા ખાતે ઉત્તર ગુજરાત પ્રાંત ના બજરંગદળ સંયોજક જ્વલિતભાઈ મહેતાની આગેવાનીમાં કોરોનાકાળ દરમ્યાન બજરંગદળ દ્વારા સતત ૭૨ દિવસ સુધી રસોડું શરૂ કરીને જરૂરિયાતમંદ વિસ્તારોમાં દરરોજ સવાર સાંજ ૫ હજાર લોકોને ભોજન પહોંચાડવાનું અવિરત સેવાકાર્ય કરાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ માં સહુથી લાંબા સમય સુધી ભોજનની અવિરત સેવા આપનાર આ રસોડાએ આજુ બાજુના હજારો લોકોને બે ટંક ભોજન આપીને પોતાની સામાજિક જવાબદારી પૂર્ણ કરી હતી.

ભૂતકાળમાં વીતેલો કોરોનાકાળ જેવો કપરો સમય ફરી ક્યારે પાછો ન આવે તેવી પ્રાર્થના સાથે ભવ્ય સુંદરકાંડનાં પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ૭૨ દિવસ સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં આહુતિ સ્વરૂપે દાન આપનાર દાતાઓમાં મુખ્યતઃ ડો. કલાબેન શાહ, જીતુભાઈ રાજપૂત, વિરલભાઈ પટેલ, જાતિનભાઈ પટેલ સહિત સમાજનાં અગ્રણીઓ અને વિવિધ વિસ્તારોમાં થી આવતાં સ્વમ સેવકો સહિત કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદનાં પ્રાંત અધ્યક્ષ રાજુભાઈ ઠાકર, કાર્યાધ્યક્ષ હર્ષદભાઈ ગિલેટવાળા, સંગઠનમંત્રી રાજેશભાઈ, સહમંત્રી મુકેશભાઈ ગૌર વિશેષ સંપર્કપ્રમુખ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપુત સહિત શહેરમંત્રી શશીકાંતભાઈ પટેલ, સહમંત્રી જગદીશ તિવારી, નિપુણ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.