અમદાવાદ પશ્ચિમ છેડાના 68 ગામોનાં વીકેન્ડ્સ ફાર્મહાઉસ પર ચાલશે બુલડોઝર

અમદાવાદ પશ્ચિમ છેડાના 68 ગામોનાં વીકેન્ડ્સ ફાર્મહાઉસ પર ચાલશે બુલડોઝર

અમદાવાદ

ઔડાએ અમદાવાદ પશ્ચિમનાં આજુ બાજુના ગામોમાં ચાલી રહેલી પ્લોટીંગ અને ભવ્ય વિકેન્ડ વિલા ફાર્મની સ્કીમો પર બુલડોઝર ફેરવવાનો સંકેત આપતાં રિયલ એસ્ટેટ બજારમાં ખડખડાટ મચી જવા પામ્યું છે.

ઔડાએ એક જાહેર નોટિસ આપીને લોકોને ચેતવ્યાં છે કે કેટલાક નામાંકિત સાહિતનાં બિલ્ડરો શૈલા, ઘુમા, મણિપુર, રાંચરડા, નાંદોલી, ગોધાવી પલોડિયા સહિત 68 ગામોમાં બેફામ ગેરકાયદેસર રીતે પ્લોટીંગ અને વિકેન્ડ ફાર્મહાઉસનું વેચાણ કારી રહ્યાં છે, જેમાં સરકારે સામાન્ય અને વિશેષ ઝોન એગ્રિકલ્ચર ઝોન નક્કી કરેલા છે, જ્યાં કોઈ પણ પ્રકારે N.A થઈ શકે તેમ નથી , તો પણ બિલ્ડરો ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને મસમોટી રકમ લોકો પાસેથી લુટી રહ્યાં છે. તેથી જ ઔડાએ લોકોને અમદાવાદ પશ્ચિમનાં 68 ગામોમાં પ્રોપર્ટી લેતાં પહેલાં સાવચેત રહેવા જણાવ્યું છે.

જો કે લોકોમાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડરોના આવા કાળા કારનામા પાછલા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે ત્યારે હવે હજારો લોકો બિલ્ડરોની માયાજાળમાં ફસાઈ ગયા બાદ સફાળે ઔડા નોટિસ આપીને પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરી રાહયું હોય તેમ લાગી રહ્યું છે