સિદ્ધુના રીયાલીટી શોનો સ્પર્ધક બનશે પંજાબનો મુખ્યમંત્રી

સિદ્ધુના રીયાલીટી શોનો સ્પર્ધક બનશે પંજાબનો મુખ્યમંત્રી

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સુનામીમાં મુખ્યમંત્રી ચરણજીત ચન્ની તેમજ અકાલી દળના સુપ્રીમો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ તેમજ મુખ્યમંત્રી બનવામાં સપના જોતા નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડયો છે.

આ તમામ દિગ્ગજોને પોતાની બેઠક પર પણ જીત મેળવી શક્યા નથી. બીજીબાજુ ૯0થી વધુ બેઠક જીતીને દિલ્હી બહાર પ્રથમ વખત પોતાની સરકાર બનાવવા આપ જઈ રહ્યું છે અને કોમેડિયનમાંથી સાંસદ બનેલા ભગવંત માન મુખ્યમંત્રી બનશે. ત્યારે એક સંયોગ બન્યો છે.

કોંગ્રેસ પંજાબના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ વર્ષ ૨૦૦૫માં ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના રીયાલીટી શોમાં અભિનેતા શેખર સુમન સાથે નિર્ણયાક પેનલમાં હતા. તે શોમાં પંજાબના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ભગવંત માને પણ ભાગ લીધો હતો અને પાંચમાં નંબરે રહ્યા હતા. અને આજે જયારે પંજાબ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે સ્પર્ધક ભગવંત માને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ સહિત તેમના પક્ષ પાસેથી સત્તા આંચકી લીધી છે.